મુખ્ય માહિતી પર જાઓ
Drishvi Technology

ગુજરાતની નવી સોલાર સબસિડી મુજબ અપડેટ (કેબિનેટ નિર્ણય, 21 ઑક્ટો 2026)

ગુજરાત નવી સોલાર સબસિડી કેલ્ક્યુલેટર: ખર્ચ, બચત અને payback

21 ઑક્ટોબર 2026એ ગુજરાત કેબિનેટે ઘરના રૂફટોપ સોલાર (2 kW સુધી) માટે PM સૂર્ય ઘર ઉપરાંત રાજ્યની વધારાની સબસિડી મંજૂર કરી છે. હવે સામાન્ય વર્ગના પરિવારે benchmark ખર્ચના ફક્ત 10% અને SC/ST પરિવારે 5% જ ભરવાના. આ કેલ્ક્યુલેટર નવો નિયમ આપમેળે લગાડે છે અને જૂના નિયમ કરતાં તમને કેટલું વધારે બચે છે તે બતાવે છે.

5 મુલાકાતીઓ

ઉદાહરણ: મોરબીનું સામાન્ય ઘર (2 મહિનાનું ₹5,000 બિલ). તમારું બિલ લખો.

શેનાથી શરૂ કરવું છે?
₹

એક બિલ 2 મહિનાનું આવે છે: આખી રકમ લખો. ઉનાળા અને શિયાળાના બિલની સરેરાશ લેશો તો વધુ સાચું આવશે.

બિલમાં "વપરાશ યુનિટ" જુઓ.

છાંયડા વગરની જગ્યા. 1 kW માટે આશરે 90 sq ft જોઈએ.

કનેક્શન

સબસિડી ફક્ત ઘર માટે છે. દુકાન અને ફેક્ટરીએ પૂરો ખર્ચ ભરવો પડે, પણ સોલારના પૈસા ઝડપથી પાછા આવે છે.

વર્ગ

ગુજરાતની નવી સબસિડી લગાડો GR બાકી

બંધ કરશો તો જૂનો નિયમ (ફક્ત કેન્દ્રની સબસિડી) દેખાશે.

2 kW

વધુ સેટિંગ્સ સામાન્ય રીતે ચાલે એવા આંકડા પહેલેથી ભરેલા છે.
પેનલ વોટ

સબસિડી માટે રજિસ્ટર્ડ વેન્ડરની DCR (ભારતમાં બનેલા સેલ વાળી) પેનલ જરૂરી છે.

ઘરને નેટ મીટરિંગ મળે છે: ગ્રીડમાં મોકલેલા યુનિટ, લીધેલા યુનિટમાંથી દર મહિને બાદ થાય.

દુકાન અને ફેક્ટરી માટે: બનતી વખતે જ વપરાતો સોલાર. બાકીના યુનિટના ₹2.25/યુનિટ મળે.

2 kW થી વધુ, અને દુકાન-ઉદ્યોગ માટે વપરાય છે.

લાલ રંગના ખાનાં સુધારો.

ખર્ચ અને બચત જોવા તમારું બિલ લખો.

આ કેલ્ક્યુલેટર ફક્ત અંદાજ આપે છે. તમારા ઘરનો ચોક્કસ ભાવ જાણવા અમારા સોલાર પાર્ટનર Sunsparkle Energy સાથે વાત કરો. ઇન્સ્ટોલેશન પાર્ટનર ↓

WhatsApp પર શેર કરો

દર મહિને સોલાર યુનિટ

ટેબલમાં જુઓ
મહિનોયુનિટ

25 વર્ષમાં કુલ બચત

કુલ બચત તમારો ખર્ચ

ટેબલમાં જુઓ
વર્ષકુલ બચત

છેલ્લે અપડેટ: 22 ઑક્ટ્બર 2026 GR બાકી આવક મર્યાદા અને અંતિમ પાત્રતા સરકારનો GR બહાર પડે ત્યારે ખબર પડશે.

આ ફક્ત અંદાજ છે. ખરી સબસિડી DISCOMની મંજૂરી અને સરકારના GR પર આધાર રાખે છે. અરજી ફક્ત pmsuryaghar.gov.in પર રજિસ્ટર્ડ વેન્ડર દ્વારા જ કરો.

સ્રોત: Gujarat Cabinet decision, 21 Oct 2026 (reported by IANS) · PM Surya Ghar: Muft Bijli Yojana · GERC tariff order (PGVCL / UGVCL / MGVCL / DGVCL)

તમારે ભરવાના · kW તમારું બિલ

ગુજરાતની નવી સોલાર સબસિડી (ઑક્ટો 2026) શું છે?

21 ઑક્ટોબર 2026એ ગુજરાત કેબિનેટે ઘરના રૂફટોપ સોલાર માટે કેન્દ્રની PM સૂર્ય ઘર સબસિડી ઉપરાંત રાજ્યની સબસિડી મંજૂર કરી. આ 2 kW સુધીની સિસ્ટમ માટે છે. બાકીની રકમ રાજ્ય ભરે છે, એટલે સામાન્ય વર્ગના પરિવારે benchmark ખર્ચના ફક્ત 10% અને SC/ST પરિવારે 5% જ ભરવાના.

પહેલાં કેન્દ્ર અને રાજ્યની સબસિડી સાથે નહોતી મળતી. હવે બંને મળે છે: ₹54,000 benchmark ખર્ચ વાળી 1 kW સિસ્ટમ માટે સામાન્ય પરિવારે ₹21,600 ને બદલે ફક્ત ₹5,400 ભરવાના. રાજ્યએ આશરે ₹1,000 કરોડ રાખ્યા છે, જેનો લાભ 3 લાખથી વધુ પરિવારોને મળશે.

GR (સરકારી ઠરાવ) અને આવક મર્યાદા હજી બહાર પડ્યા નથી. અહીંના આંકડા કેબિનેટ નિર્ણયના અહેવાલ મુજબ છે, GR આવે ત્યારે અપડેટ કરીશું.

છેલ્લે અપડેટ: 22 ઑક્ટ્બર 2026

નવી vs જૂની સબસિડી: તમને કેટલું વધારે બચે?

નવા અને જૂના નિયમમાં ઘરના રૂફટોપ સોલારનો ખર્ચ
સિસ્ટમ Benchmark ખર્ચ કેન્દ્ર ગુજરાત તમે ભરો (નવો) પહેલાં ભરતા (જૂનો) વધારાની બચત
1 kW · સામાન્ય ₹54,000 ₹32,400 ₹16,200 ₹5,400 ₹21,600 ₹16,200
1 kW · SC / ST ₹54,000 ₹32,400 ₹18,900 ₹2,700 ₹21,600 ₹18,900
2 kW · સામાન્ય ₹1,07,200 ₹62,800 ₹33,600 ₹10,800 ₹44,400 ₹33,600
2 kW · SC / ST ₹1,07,200 ₹62,800 ₹38,960 ₹5,440 ₹44,400 ₹38,960

નવી સબસિડી પછી મોરબી અને રાજકોટમાં સોલારનો ભાવ

મોરબી-રાજકોટમાં સામાન્ય વર્ગના ઘર માટે સબસિડી પછી રૂફટોપ સોલારનો ભાવ
સિસ્ટમ સિસ્ટમનો ખર્ચ કુલ સબસિડી સબસિડી પછી મહિને બચત
1 kW ₹54,000 ₹48,600 ₹5,400 ₹960
2 kW ₹1,07,200 ₹96,400 ₹10,800 ₹2,033
3 kW ₹1,65,000 ₹78,000 ₹87,000 ₹3,249
5 kW ₹2,75,000 ₹78,000 ₹1,97,000 ₹5,676

2 kW થી વધુમાં ફક્ત કેન્દ્રની સબસિડી મળે, 1 kW ના ₹55,000 બજાર ભાવે (વધુ સેટિંગ્સમાં બદલી શકો). મહિનાની બચત મોરબીના એવા ઘર માટે છે જેનો વપરાશ સિસ્ટમના ઉત્પાદન જેટલો હોય.

આ કેલ્ક્યુલેટર નવી સબસિડી કેવી રીતે ગણે છે?

  1. 1. બિલ → યુનિટ: 2 મહિનાના બિલને મહિનામાં વહેંચીને, DISCOMના સ્લેબ ભાવ, ફિક્સ ચાર્જ, FPPPA અને 15% વીજ ડ્યુટીથી બિલ પરથી યુનિટ ગણાય છે.
  2. 2. યુનિટ → kW: મહિનાના યુનિટ ÷ (તમારા શહેરમાં 1 kW રોજ જેટલા યુનિટ બનાવે × 30.4), પૂરા kW માં.
  3. 3. કેન્દ્રની સબસિડી: તમારી સાઇઝ માટે PM સૂર્ય ઘરની રકમ (₹78,000 સુધી).
  4. 4. ગુજરાતની વધારાની સબસિડી: 2 kW સુધીના ઘર માટે, કેન્દ્રની સબસિડી અને તમારો ભાગ બાદ કરતાં બાકીની રકમ રાજ્ય ભરે.
  5. 5. તમારો ભાગ: સામાન્ય વર્ગ માટે benchmark ખર્ચના 10%, SC/ST માટે 5%. 2 kW થી વધુમાં બજાર ભાવમાંથી કેન્દ્રની સબસિડી બાદ.
  6. 6. બચત: દર મહિને સોલાર યુનિટ, ખરીદવા પડતા યુનિટ ઘટાડે છે (નેટ મીટરિંગ). ભાવ વર્ષે 4% વધે અને પેનલ વર્ષે 0.5% ઓછું બનાવે એમ ગણ્યું છે.
  7. 7. Payback: જે મહિને કુલ બચત તમે ભરેલી રકમથી વધી જાય.

કોણ પાત્ર છે અને અરજી કેવી રીતે કરવી?

  • તમારા નામે PGVCL, UGVCL, MGVCL, DGVCL કે Torrent Powerનું ઘરનું (રહેણાંક) કનેક્શન.
  • પોતાની છત અને છાંયડા વગરની જગ્યા (1 kW માટે આશરે 90 sq ft).
  • PM સૂર્ય ઘર પોર્ટલ પર રજિસ્ટર્ડ વેન્ડર દ્વારા DCR પેનલ (ભારતમાં બનેલા સેલ).
  • અરજી ફક્ત pmsuryaghar.gov.in પર કરો. DISCOM ચેક કરીને મંજૂરી આપે પછી સબસિડી તમારા બેંક ખાતામાં આવે.
  • આવક મર્યાદા: GRની રાહ છે.

કેલ્ક્યુલેટર કેવી રીતે વાપરવું?

  1. 1

    તમારું 2 મહિનાનું લાઇટ બિલ લખો (અથવા યુનિટ, સિસ્ટમ સાઇઝ કે છતની જગ્યા).

  2. 2

    શહેર, વીજ કંપની, કનેક્શન અને વર્ગ પસંદ કરો.

  3. 3

    kW નો સ્લાઇડર ખસેડીને બીજી સાઇઝ જુઓ: બધું તરત બદલાય છે.

  4. 4

    તમારે કેટલા ભરવાના, નવું બિલ અને payback જુઓ. WhatsApp પર શેર કરો કે PDF સેવ કરો.

વારંવાર પૂછાતા પ્રશ્નો

ગુજરાતની નવી સોલાર સબસિડી 2026 શું છે?
21 ઑક્ટો 2026એ ગુજરાત કેબિનેટે મંજૂર કરેલી, ઘરના 2 kW સુધીના રૂફટોપ સોલાર માટેની રાજ્યની વધારાની સબસિડી. તે કેન્દ્રની PM સૂર્ય ઘર સબસિડી ઉપરાંત મળે છે, એટલે સામાન્ય પરિવારે benchmark ખર્ચના ફક્ત 10% અને SC/ST પરિવારે 5% ભરવાના.
હવે કેન્દ્ર (PM સૂર્ય ઘર) અને ગુજરાત બંનેની સબસિડી મળે?
હા. નવા નિયમમાં 2 kW સુધીના ઘર માટે બંને સાથે મળે છે. પહેલાં ફક્ત કેન્દ્રની સબસિડી મળતી.
નવા નિયમમાં 1 kW / 2 kW સોલાર માટે કેટલા ભરવાના?
સામાન્ય વર્ગ: 1 kW માટે ₹5,400 અને 2 kW માટે ₹10,800. SC/ST: 1 kW માટે ₹2,700 અને 2 kW માટે ₹5,440. જૂના નિયમમાં ₹21,600 અને ₹44,400 ભરવા પડતા.
2 kW થી વધુ માટે નવી સબસિડી મળે?
ના. ગુજરાતની વધારાની સબસિડી ફક્ત 2 kW સુધી છે. તેનાથી વધુમાં કેન્દ્રની સબસિડી (3 kW કે વધુ માટે ₹78,000 સુધી) મળે અને બાકી બજાર ભાવે ભરવાના.
SC/ST લાભાર્થી કોણ ગણાય અને તેમણે કેટલા ભરવાના?
અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના પરિવારે benchmark ખર્ચના 5% ભરવાના: 1 kW માટે ₹2,700 અને 2 kW માટે ₹5,440. જાતિનો દાખલો જોઈશે એવું લાગે છે; કયા દસ્તાવેજ જોઈએ તે GRમાં નક્કી થશે.
ગુજરાતની નવી સબસિડી માટે આવક મર્યાદા છે?
આવક મર્યાદા હજી જાહેર થઈ નથી. તે GRમાં આવશે. ત્યાં સુધી આ કેલ્ક્યુલેટરમાં "GR બાકી" લખેલું રહેશે.
નવી સબસિડી ક્યારથી મળશે, GR આવી ગયો?
કેબિનેટે 21 ઑક્ટો 2026એ મંજૂરી આપી છે. શરૂ થવાની તારીખ અને નિયમો સાથેનો GR હજી બાકી છે. GR આવશે ત્યારે આ પેજ અપડેટ કરીશું.
મોરબી અને રાજકોટ જેવા PGVCL વિસ્તારમાં નવી સબસિડી મળે?
હા. આ આખા ગુજરાતની યોજના છે, એટલે મોરબી, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર જેવા PGVCL વિસ્તારો ઉપરાંત UGVCL, MGVCL, DGVCL અને Torrent Powerના ઘર કનેક્શનને પણ મળે.
મારા બિલ માટે કેટલા kW સોલાર જોઈએ?
સૌરાષ્ટ્રમાં 1 kW મહિને આશરે 130 યુનિટ બનાવે છે. મહિને 300 યુનિટ (PGVCLનું 2 મહિનાનું આશરે ₹5,000 બિલ) વાપરતા ઘરને આશરે 2 kW જોઈએ. ઉપર તમારું બિલ લખો, કેલ્ક્યુલેટર સાઇઝ સૂચવશે.
2 kW માટે છત પર કેટલી જગ્યા જોઈએ?
આશરે 180 sq ft છાંયડા વગરની જગ્યા (1 kW માટે 80–100 sq ft), એટલે 540 W ની 4 પેનલ.
રૂફટોપ સોલાર માટે લોન મળે?
હા. PM સૂર્ય ઘર હેઠળ બેંકો ઓછા વ્યાજે, કોઈ જામીન વગર સોલાર લોન આપે છે. "વધુ સેટિંગ્સ"માં "સોલાર લોન લેવી છે" ચાલુ કરો અને EMI સામે મહિનાની બચત સરખાવો.
મોરબી/રાજકોટમાં રૂફટોપ સોલાર કોણ લગાવી આપે?
સબસિડી વાળી સિસ્ટમ ફક્ત PM સૂર્ય ઘર પોર્ટલ પર રજિસ્ટર્ડ વેન્ડર જ લગાવી શકે. અમારા ઇન્સ્ટોલેશન પાર્ટનર Sunsparkle Energy મોરબી, રાજકોટ, હળવદ અને નજીકના વિસ્તારોમાં મફત સાઇટ સર્વે કરે છે અને અરજીમાં મદદ કરે છે.

લોકો આ રીતે પણ શોધે છે

PM સૂર્ય ઘર સાથે ગુજરાતની નવી સોલાર સબસિડી ગણવાનું મફત કેલ્ક્યુલેટર. કોઈ એપ નહીં, સાઇન અપ નહીં, અને તમારા આંકડા તમારા ફોનમાં જ રહે.

  • new solar subsidy Gujarat
  • Gujarat solar subsidy 2026
  • Gujarat solar subsidy calculator
  • PM Surya Ghar calculator
  • Surya Ghar Gujarat new rule
  • rooftop solar subsidy Gujarat 2 kW
  • 1 kW solar price Gujarat
  • solar subsidy Morbi
  • solar subsidy Rajkot
  • PGVCL solar subsidy
  • સોલાર સબસિડી ગુજરાત નવી
  • સૂર્ય ઘર સબસિડી ગુજરાત
  • सोलर सब्सिडी गुजरात नई
  • सूर्य घर सब्सिडी गुजरात

ગુજરાતમાં સોલાર વેચો છો કે લગાવો છો?

સોલાર ઇન્સ્ટોલર અને ડીલર માટે અમે લીડ, ક્વોટેશન અને પ્રોજેક્ટ ટ્રેકિંગ સૉફ્ટવેર બનાવીએ છીએ.

બીજાં મફત ટૂલ્સ

WhatsApp પર Drishvi Technology સાથે વાત કરો